રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. લગ્નનું દરેક ફંકશન શાહી અંદાજમાં કરવામાં આવ્યું હતું. પ્રી-વેડિંગથી લઈને લગ્ન સુધીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, ત્યારબાદ મુંબઈ પોલીસ સક્રિય થઇ ગઇ હતી.
અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. હકિકતમાં, @FFSFIR HO એક એક્સ યૂઝરે લખ્યું હતું કે, “મારા મગજમાં એક વાત આવી રહી છે કે જો અંબાણી પરિવારના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ થાય તો અડધી દુનિયા ઉલટ પુલટ થઈ જાય. એક બોમ્બથી ટ્રિલિયન ડોલરનો ખાતમો બોલી જાય! પોલીસ આ પોસ્ટને લઈને યુઝરને શોધી રહી છે, જોકે પોલીસે કોઈ FIR દાખલ કરી નથી પોલીસ પોસ્ટનું કારણ જાણવા માગે છે.
પોલીસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આમંત્રણ વિના પ્રવેશેલા બે લોકો સામે કેસ નોંધ્યો છે. પરવાનગી વિના પ્રવેશ કરનારાઓમાં એક વેંકટેશ નરસૈયા અલ્લુરી (૨૬), જે યુટ્યુબર છે અને બીજો વ્યક્તિ લુકમાન મોહમ્મદ શફી શેખ (૨૮) છે, જેઓ વેપારી હોવાનો દાવો કરે છે, બંનેને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
આ પણ વાંચો :-