ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું. તેમણે દેશના નાણામંત્રી અને RBI ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તેમણે એક વિશેષ સન્માન પણ પ્રાપ્ત છે. તેઓ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર જોવા મળે છે. 2005માં પણ જ્યારે તેઓ વડાપ્રધાન પદ પર હતા ત્યારે ભારત સરકારે 10 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તેના પર મનમોહન સિંહના હસ્તાક્ષર હતા. જો કે તે સમયે નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર થતા હતા. પરંતુ 10 રૂપિયાની નોટ પર આ ખાસ બદલાવ થયો હતો.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ 16 સપ્ટેમ્બર 1982 થી 14 જાન્યુઆરી 1985 સુધી આ પદ પર હતા. આ દરમિયાન છપાયેલી નોટો પર તેમના હસ્તાક્ષર હતા. ભારતમાં હજુ પણ આ પ્રણાલી અસ્તિત્વમાં છે કે ચલણ પર રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના હસ્તાક્ષર નહીં, પરંતુ RBI ગવર્નરના હસ્તાક્ષર થાય છે.
ભારતને નવી આર્થિક નીતિના માર્ગ પર લાવવાનો શ્રેય ડૉ.મનમોહન સિંહ ને આપવામાં આવે છે. તેમણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI), રૂપિયાનું અવમૂલ્યન, ટેક્સમાં ઘટાડો અને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણને મંજૂરી આપીને નવી શરૂઆત કરી. આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવામાં તેમની ભૂમિકા સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે. તેમની નીતિઓએ જ ભારતીય અર્થતંત્રને ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની દિશામાં લઈ જવાનું કામ કર્યું. તેમણે 1996 સુધી નાણામંત્રી તરીકે આર્થિક સુધારાનો અમલ ચાલુ રાખ્યો.
તેમણે 2008ના વૈશ્વિક નાણાકીય મંદી દરમિયાન પણ દેશનું નેતૃત્વ કર્યું અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે એક વિશાળ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી. તેમના કાર્યકાળ દરમિયાન જ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘આધાર’ની શરૂઆત કરવામાં આવી હતી. આ સિવાય તેમણે મોટા પાયા પર નાણાકીય સમાવેશને પણ પ્રોત્સાહન આપ્યું અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશભરમાં બેંક શાખાઓ ખોલવામાં આવી. રાઈટ ટુ ફૂડ એક્ટ અને રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ જેવા અન્ય સુધારા પણ તેમના કાર્યકાળ દરમિયાન થયા.
આ પણ વાંચો :-