ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં પ્રથમ વખત 120 વર્લ્ડકપ જીત્યો હતો. ટીમનો આ વિજય ઐતિહાસિક હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીતનો એક હીરો ફાસ્ટ બોલર જોગીન્દર શર્મા હતો. ધોની હાલમાં જ જોગીન્દરને મળ્યો હતો. પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ મેચમાં જોગિન્દરે છેલ્લી ઓવર ફેંકી હતી અને 13 રનનો બચાવ કર્યો હતો. જોકે જોગીન્દરની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી અને તે ટૂંક સમયમાં જ ટીમની બહાર થઈ ગયો હતો. હાલ જોગીન્દર હરિયાણા પોલીસમાં ડીએસપી છે.
જોગીન્દર શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીએ ફાઈનલની છેલ્લી ઓવર જોગીન્દર શર્માને આપીને એક દાવ ખેલ્યો હતો અને જોગીન્દર તેની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. માહીએ જોગીન્દરને છેલ્લી ઓવર આપવી એ નિર્ણાયક સાબિત થયું, જોગીન્દર શર્માએ મિસ્બાહ ઉલ હકની વિકેટ લીધી અને ભારતને પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો.
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની વાત કરવામાં આવે તો પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી અને મિસ્બાહ ઉલ હક ક્રિઝ પર હાજર હતો જે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. અનુભવી બોલરને પસંદ કરવાને બદલે ધોનીએ પ્રમાણમાં ઓછો અનુભવ ધરાવતા બોલર જોગીન્દર શર્માને જવાબદારી સોંપી. આ નિર્ણયથી લોકો આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ ધોનીની પોતાની વ્યૂહરચના પરનો વિશ્વાસ ક્યારેય ઓછો થયો નહીં.
જોગીન્દરની ઓવરના ચોથા બોલ પર મિસ્બાહે ફાઇન લેગ પર જોખમી સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં રહ્યો અને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા શ્રીસંતે ધીરજતાપૂર્વક કેચ ઝડપી લીધો. મિસ્બાહ આઉટ થયો અને ભારતે પહેલો T20 વર્લ્ડ કપ પાંચ રનથી જીતી લીધો.
આ પણ વાંચો :-