ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોમાં 37 ખાલી રાજ્યસભા બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીઓની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ, 2026 છે અને તે જ દિવસે મતગણતરી થશે. મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ખાલી રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો એપ્રિલમાં અલગ અલગ તારીખે ખાલી થશે. રાજ્યસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ એક તૃતીયાંશ બેઠકો માટે દર બે વર્ષે દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાય છે. સૌથી અગત્યનું, લોકસભાથી વિપરીત, રાજ્યસભા ક્યારેય વિસર્જન થતી નથી, તેથી જ તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે.
રાજ્યસભા ચૂંટણી માટે સંપૂર્ણ શિડ્યૂલ
- રાજ્યસભા ચૂંટણી માટેનું જાહેરનામું 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવશે.
- નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ, 2026 છે.
- નોમિનેશનની ચકાસણી 6 માર્ચે થશે, જ્યારે નોમિનેશન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9 માર્ચ, 2026 છે.
- રાજ્યસભા ચૂંટણી માટે મતદાન 16 માર્ચ, 2026 ના રોજ સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી થશે.
- મત ગણતરી તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે શરૂ થશે.
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 20 માર્ચ, 2026 છે.
કયા રાજ્યોમાં બેઠકો ખાલી છે?
- મહારાષ્ટ્ર: 7 બેઠકો
- ઓડિશા: 4 બેઠકો
- તમિલનાડુ: 6 બેઠકો
- પશ્ચિમ બંગાળ: 5 બેઠકો
- આસામ: 3 સીટો
- બિહાર: 5 સીટો
- છત્તીસગઢઃ 2 સીટો
- હિમાચલ: 1
- તેલંગાણા: 2
- હરિયાણા: 2
મહારાષ્ટ્રમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?
- ડો.ભગવત કિશનરાવ કરાડ
- ડૉ.(શ્રીમતી) ફૌઝિયા તહસીન અહેમદ ખાન
- પ્રિયંકા વિક્રમ ચતુર્વેદી
- શરદચંદ્ર ગોવિંદરાવ પવાર
- ધૈર્યશીલ મોહન પાટીલ
- રજની અશોકરાવ પાટીલ
- રામદાસ બંધુ આઠવલે
ઓડિશામાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?
- મમતા મોહંતા
- મુજીબુલ્લા ખાન
- સુજીત કુમાર
- નિરંજન બિશી
તમિલનાડુમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?
- એન.આર. એલાન્ગો
- પી. સેલવારસુ
- એમ. થમ્બીદુરાઈ
- તિરુચી શિવ
- ડો. કનિમોઝી એન.વી.એન. સોમુ
- જી.કે. વાસન
પશ્ચિમ બંગાળમાંથી કોણ નિવૃત્ત થશે?
- સાકેત ગોખલે
- ઋતબ્રત બેનર્જી
- વિકાસ રંજન ભટ્ટાચાર્ય
- મૌસમ નૂર
- સુબ્રત બક્ષી
આસામમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?
- રામેશ્વર તેલી
- ભુવનેશ્વર કલિતા
- અજીત કુમાર ભુયા
બિહારમાંથી રાજ્યસભામાંથી કોણ નિવૃત્ત થશે?
- અમરેન્દ્ર ધારી સિંહ
- પ્રેમચંદ ગુપ્તા
- રામનાથ ઠાકુર
- ઉપેન્દ્ર કુશવાહા
- હરિવંશ નારાયણ સિંહ
છત્તીસગઢમાંથી કોણ નિવૃત્ત થશે?
- કવિ તેજપાલ સિંહ તુલસી
- ફૂલો દેવી નેતામ
હરિયાણામાંથી કોણ નિવૃત્ત થશે?
- કિરણ ચૌધરી
- રામચંદર જાંગરા
હિમાચલ પ્રદેશમાંથી કોણ નિવૃત્ત થશે?
- ઈન્દુ બાલા ગોસ્વામી
તેલંગાણામાંથી કોણ નિવૃત્ત થશે?
- ડૉ. અભિષેક મનુ સિંઘવી
- કે.આર. સુરેશ રેડ્ડી