લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘EXIT POLL’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪થી ‘EXIT POLL’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.
ચૂંટણી પંચે એક્ઝિટ પોલને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ૧૯ એપ્રિલના રોજ સવારે ૭ વાગ્યાથી ૧ જૂનના રોજ સાંજે ૬:૩૦ વાગ્યાની વચ્ચે એક્ઝિટ પોલ આયોજિત કરવા, પ્રકાશિત કરવા અથવા પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા પણ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે.
આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અથવા અન્ય કોઈપણ સર્વેક્ષણના પરિણામો સહિત કોઈપણ ચૂંટણી-સંબંધિત સામગ્રી મતદાનનું નિષ્કર્ષ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે.
લોકસભા ચૂંટણી ઉપરાંત આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વધુમાં, આ સમયગાળા દરમિયાન ૧૨ રાજ્યોની ૨૫ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ પણ યોજાશે.
આ પણ વાંચો :-