Saturday, Sep 13, 2025

શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, સેન્સેકસમાં 500 પોઇન્ટ અને નિફ્ટી પણ તૂટ્યો

2 Min Read

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ખુલતાની સાથે જ કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટ અને નિફ્ટી 160 પોઇન્ટ તૂટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81748 સામે ઘટીને આજે 81511 ખુલ્યો હતો. રિલાયન્સ, ભારતી એરટેલ જેવા બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81220 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24668 સામે આજે 24584 ખુલ્યો. સેન્સેક્સ જેમ નિફ્ટી ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 160 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 380 પોઇન્ટ ડાઉન હતો.

મહત્વનું છે કે વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. રૂપિયાના અવમૂલ્યન અને ચીનના નબળા આર્થિક ડેટા વચ્ચે મેટલ અને આઈટી શેરોમાં વેચવાલીના દબાણને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો.

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 384.55 પોઈન્ટના ઘટાડા સાથે 81,748.57 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.05 પોઈન્ટ ઘટીને 24,668.25 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારના નિષ્ણાતોના મતે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આ સપ્તાહે પોલિસી રેટ અંગે નિર્ણય કરશે. આને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું જેના કારણે વૈશ્વિક બજાર નરમ રહ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article