મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 20 નવેમ્બરે મતદાન કરવામાં આવશે, પણ એ પહેલાં શરદ પવારને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં અજિત પવારને ઘડિયાળના ચૂંટણી ચિહનનો ઉપયોગ કરવાથી રોકવાની માગને ફગાવી દીધી છે. NCP (શરદ પવાર જૂથ) એ બીજી ઓક્ટોબરે કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી ચિહન ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.
ચૂંટણી પંચે અજિત પવારની NCPને અસલી બતાવીને પાર્ટીનું ચિહ્ન (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો.કોર્ટે અજિત પવાર પાસેથી શપથ લેવા કહ્યું અને તેમને તેમાં લખવા કહ્યું હતું કે તેઓ ઘડિયાળના પ્રતીક સાથે કોર્ટમાં પેન્ડિંગ ડિસ્ક્લેમર મૂકવાના આદેશનું પાલન કરશે.
અજીત પવારે કહ્યું હતું કે, ઘડિયાળના ચિહ્ન સાથે લખશે કે, મામલો હજુ કોર્ટમાં વિચારાધીન છે. તેઓએ તેનું યોગ્ય રીતે પાલન નથી કર્યું. લોકો ઘડિયાળના ચિહ્નને શરદ પવારથી ઓળખે છે. અજીત પવારે કોર્ટના આદેશ અનુસાર ડિસ્ક્લેમર નથી લગાવ્યું. અમે કોર્ટને તસવીર આપી છે. હવે તેમને આની સજા મળવી જોઈએ.’
આ વિષય પર અજીત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું, ‘આમને થોડી તો જવાબદારી બતાવવી જોઈએ. કોર્ટમાં ખોટી તસવીરો રજૂ કરવામાં આવી રહી છે. એક-બે મામલે ટેન્ટ હાઉસવાળા વ્યક્તિથી ભૂલ થઈ હોય શકે છે. તેના આધારે અમારા પર આરોપ ન લગાવી શકે. આ તસવીરો સીધી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. અમે અચાનક તેનો જવાબ કેવી રીતે આપી શકીએ. અમને પહેલાં આ અરજીની કોપી મળવી જોઈતી હતી. શરદ પવારના જૂથે લોકસભા ચૂંટણી વખતે પણ આ જ વાતો કહી હતી. કોર્ટે ઘડિયાળનું ચિહ્ન અમારી પાસે જ રહેવા દીધું હતું, હવે આ અરજીને સાંભળવી જ ન જોઈએ.’
આ પણ વાંચો :-