સુરતના નવી સિવિલમાંથી બાળકનો અપહરણ કરનારો આરોપી ઝડપાયો

Share this story

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી ન આવતા પરિવાર પોલીસની જાણકારી આપી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં મહિલા દેખાઈ હતી. જેથી પોલીસે હજારો કેમેરા ચેક કર્યા હતાં. ૨૬ કલાકની કામગીરીમાં બાળકને ઉઠાવી જનારી મહિલા હાથ લાગી હતી.

વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુધી પોંહચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા જેને લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મહિલા બાળકને લઇ જતી નજર પડી હતી. ફૂટેજની કડીના આધારે તપાસ હાથ ધરાઈ હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવી હતી. પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પૂછપરછ શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે. જેમાં પહેલી પત્ની પાનફુલદેવી છે. તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે. ૧૮ વર્ષનો લગ્ન ગાળો થયો હોવા છતાં દીકરો ન હતો. ત્યારે પાનફૂલદેવી તેના પતિના ચાર માસ પહેલાં બીજા લગ્ન સંગીતાદેવી સાથે કરાવ્યા હતા. ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો છે. જે દીકરો બીમાર પડતાં તેને પતિ પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો. દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનફુલદેવીની તેની ઉપર નજર પડી હતી.

આ બાબતે સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહીત કુલ ૨૦૦ પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી હતી. પોલીસે કુલ ૧૦૦૦ જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ તેની સાથે ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો :-