ગાંધીનગર ખાતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા તેઓની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ઝડપી કરવામાં આવે તેમજ ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસ દ્વારા ટેટ-ટાટા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. તેમજ શિક્ષણ રાજ્યમંત્રીએ કમિટમેન્ટ મુજબ ભરતી કરવાની ખાતરી આપી છે.
ટેટ-ટાટ ઉમેદવારોનાં વિરોધ પર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. તેમજ કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો હોવાની વાત સ્વીકારી છે. તેમજ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું આચારસંહિતાને કારણે પણ મોડું થયું હોઈ શકે છે. પાનસેરિયાએ કહ્યું કે કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરો. તેમજ સરકારે કમિટમેન્ટ આપ્યું છે તે પ્રકારે ભરતી થશે.
છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂરું કરી કરવા રજૂઆત કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પૂરજોશમાં તૈયારી કરી લીધી છે. આજે ગાંધીનગર ખાતે રેલી કાઢી આંદોલનનું રણશિંગૂ ફૂંકશે.
ઘણાં ઉમેદવાર મિત્રોને વય મર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારિવારિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ ન હોઈ એટલે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી અંગત રસ દાખવી શિક્ષણ વિભાગ સંબંધિત અધિકારીઓને 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા તેમજ ચાલુ ભરતીમાં શક્ય બને એટલો જગ્યા વધારા બાબતે સુચન કરી અમો ઉમેદવારોને ન્યાય અપાવે.