Friday, Oct 24, 2025

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ સૈન્યના 2 જવાનોનું અપહરણ કર્યું

2 Min Read

વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ આતંકવાદીઓએ મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે, આમાંથી એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું છે. અન્ય એક જવાન આતંકીઓને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યાંથી ભાગ્યા બાદ તેણે સેનાને જાણ કરી હતી. સુરક્ષા દળોએ ગુમ થયેલા જવાનની શોધ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

જમ્મુમાં સેના પર આતંકી હુમલો, 4 જવાન શહીદ | chitralekha

આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. હકીકતમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી સંગઠનો ચૂંટણીના સફળ સંચાલનથી ઉશ્કેરાયા છે. આ પછી અહીં આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.

તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓની ચુંગાલમાંથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ આતંકી દ્વારા બંધક બનાવી રખાયો હોવાની માહિતી હતી. તેને મુક્ત કરાવવા માટે સુરક્ષાદળોએ મોટાપાયે એક અભિયાન હાથ ધર્યુ હતું. જો કે હવે બીજાનો મૃતદેહ મળી આવ્યો છે. તેને પર ચપ્પાં વડે પણ હુમલા કરાયા હોય તેવું મૃતદેહ જોઈને લાગે છે.

આ પણ વાંચો :-

Share This Article