Tuesday, Oct 28, 2025

આતંકી સંગઠન TTPએ અતિ સુરક્ષિત જગ્યાએથી 18 એટમી એન્જિનિયરોનું અપહરણ, જાણો સમગ્ર બાબત ?

2 Min Read

પાકિસ્તાનમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP)એ ડેરા ઈસ્માઈલ ખાનમાં પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગ (PAEC)માં કામ કરતા 18 એન્જિનિયરોનું અપહરણ કરી લીધુ હોવાના સમાચાર વહેતા થયા છે. આ સાથે જ કથિત રીતે દેશની સૌથી મોટી યુરેનિયમ ખાણમાંથી મોટા પાયે યુરેનિયમની લૂંટ ચલાવી છે.

પરમાણુ વૈજ્ઞાનિકોના અપરહણે સમગ્ર દેશને આઘાતમાં નાખી દીધો છે. તેણે પાકિસ્તાનની બગડતી સુરક્ષા સ્થિતિ અને વધતી આંતરિક અરાજકતાને ઉજાગર કરી છે અને દુનિયાને દેખાડી દીધુ છે કે તે તેના આટલા મહત્વપૂર્ણ સ્થાની સુરક્ષા કરવામાં પણ કઈ રીતે નિષ્ફળ ગયું છે. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવાય છે કે અપહરણ કરાયલા લોકો પરમાણુ એન્જિનિયર નહીં પરંતુ ત્યાં કામ કરતા મજૂર છે.

આતંકીઓની આ હરકતે પાકિસ્તાન સરકારને ચિંતામાં નાખી છે. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખુબ મહત્વનો અને સંવેદનશીલ પરમાણુ કાર્યક્રમ પણ જોખમમાં પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીટીપીએ યુરેનિયમનો એક મોટો ભંડાર લૂંટી લીધો છે. જેનાથી પરમાણુ સામગ્રીના સંભવિત દુરઉપયોગ વિશે આશંકાઓ વધી છે. આ સાથે જ એ પણ દર્શાવે છે કે પાકિસ્તાનના મહત્વકાંક્ષી ન્યૂક્લિયર પ્રોગ્રામના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા કેટલી જોખમમાં છે.

આ અપહરણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધેલા તણાવ દરમિયાન થયું છે. અફઘાનિસ્તાનમાં ટીટીપીના ઠેકાણાઓ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલા બાદ તાલિબાનના રક્ષા મંત્રાલયે જવાબ આપતા પાકિસ્તાન પર નિર્દોષ શરણાર્થીઓને પણ નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. હિંસક આદાન પ્રદાને બંને દેશો વચ્ચે સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવ્યા છે. અફઘાન તાલિબાને જવાબી કાર્યવાહીની પણ ચેતવણી આપેલી છે.

અપહરણ કરાયેલા કર્મચારીઓ ઊર્જા, કૃષિ અને દવા જેવા ક્ષેત્રોમાં શાંતિપૂર્ણ પરમાણુ એપ્લીકેશનને એડવાન્સ કરવાના ખાણકામ પ્રોજેક્ટ્સમાં રોકાયેલા હતા. આ અપહરણ પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે થયું હતું. એક દિવસ પહેલા જ બલૂચ લિબરેશન આર્મી (બી. એલ. એ.) ના અલગતાવાદી આતંકવાદીઓએ બલૂચિસ્તાનમાં હુમલો કર્યો હતો. એક દૂરના જિલ્લામાં સરકારી કચેરીઓ અને એક બેંકને નિશાન બનાવવામાં આવી હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ નથી, આ હુમલો દેશભરમાં બળવાખોરોની કામગીરીની વધતી તીવ્રતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો :-

Share This Article