અમેરિકા-કેનેડા બોર્ડર પર આતંકી હુમલો! ૨ના મોત, કાર હવામાં ઉડતી દેખાઈ

Share this story

અમેરિકા-કેનેડા બોર્ડરના ચેકપોઈન્ટ પાસે રેઇન્બો બ્રિજ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માતના કારણે આજે અમેરિકા અને કેનેડાની અન્ય સીમાઓ બંધ કરી દેવામાં આવી છે.

અકસ્માતમાં કારમાં હાજર ૨ લોકોના મોત થયા હતા. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ તે સમયના ફૂટેજ પોસ્ટ કર્યા છે જ્યારે કાર વધુ ઝડપે આવે છે અને નજીકના ફૂટપાથ સાથે અથડાય છે. CBPએ એક્સ પર વીડિયો શેર કરતા લખ્યું, ‘રેઈન્બો બ્રિજ પર એક વાહનમાં વિસ્ફોટ થયો. જે પછી CBP, FBI ફેડરલ, રાજ્ય અને સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહ્યું છે. આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. CBPએ અન્ય ૩ બફેલો ક્રોસિંગ પર ઈનબાઉન્ડ/આઉટબાઉન્ડ ટ્રાફિકને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે.

કાર અમેરિકાથી અમેરિકા-કેનેડા બ્રિજ તરફ પુરપાટ ઝડપે આવી રહી હતી. આ દરમિયાન તેની ટક્કર થઇ અને ચેકપોઈન્ટ પાસે તેમાં બ્લાસ્ટ થયો હતો. ડ્રાઈવરે આ બધું જાણી જોઈને કર્યું છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાના આતંકવાદ સાથે સંભંધિત હોવાના કોઈ પુરાવા હજુ મળ્યા નથી. પરંતુ તેના કારણે બને દેશો વચ્ચે ચિંતા વધી ગઈ છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાયડેન ઘટનાઓને નજીકથી અનુસરી રહ્યા છે અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે અધિકારીઓ આને ગંભીરતાથી લઈ રહ્યા છે. નાયાગ્રા ફોલમાં દેખીતી રીતે આ ખૂબ જ ગંભીર બાબત છે.

આ પણ વાંચો :-