જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જીલ્લામાં ભારતીય સેના પર આતંકવાદી હુમલાના અહેવાલો મળી રહ્યા છે. અહેવાલ મુજબ સેનાના વાહન પર આતંકવાદીઓએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અહેવાલ મુજબ સુંદરબની વિસ્તારમાં સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો. જોકે, સેનાએ હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુના રોજારીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12.45 વાગ્યે સેનાના વાહન પર ગોળીબાર થયો હતો. આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતાં. આતંકવાદીઓને શોધવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી.
હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 7 ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. આ પહેલા પણ આતંકવાદીઓએ ઘણી વખત ઓચિંતો હુમલો કર્યો છે અને દરેક વખતે સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.