ચીનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અહીં ગુઇશોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ચાર લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભૂસ્ખલન બાદ ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આખા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
બે ગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા
વાસ્તવમાં, ચીનના દક્ષિણપશ્ચિમ ગુઇઝોઉ પ્રાંતના એક ગ્રામીણ વિસ્તારમાં ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. અને આ ઘટનામાં હજુ પણ 17 લોકો ગુમ છે. આ માહિતી ચીનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ચીનની રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, ગુરુવારે ચાંગસી શહેરમાં બે મૃતદેહ મળી આવ્યા હતા. નજીકના કિંગયાંગ ગામમાંથી બે અન્ય લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે, મૃત્યુઆંક હવે ચાર થઈ ગયો છે, જ્યારે 17 લોકો ગુમ છે.
અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, આ ઘટના બાદ સામાન્ય જનજીવન પર ઘણી અસર પડી છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે, પરંતુ ગુમ થયેલા લોકોની શોધ હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત, ભૂસ્ખલનને કારણે ગુઓવા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી કપાઈ ગઈ હતી. આ શહેરમાં કિંગયાંગ ગામ આવેલું છે, જ્યાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આખી રાત વરસાદ પડ્યો, ત્યારબાદ ભૂસ્ખલન થયું. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.