રાજસ્થાનના ઉદયપુરમાં ગુરુવારે મોડી રાત્રે સામાન્ય તકરારે બે સમુદાય વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં શાકભાજીની લારી પર લીંબુની ખરીદી લઈને બે યુવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ મામલો મારામારીથી હિંસા સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને એસપી સહિત ચાર પોલીસ સ્ટેશનની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી અને વિસ્તારમાં વધારાના દળો તૈનાત કર્યા.
ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે એક નાની તકરારે મોટી લડાઈનું સ્વરૂપ લીધું. ફળો અને શાકભાજી ખરીદવા અને વેચવા અંગે બે યુવાનો વચ્ચે ઝઘડો થયો, જે ધીમે ધીમે બે સમુદાયો વચ્ચેના ઝઘડામાં ફેરવાઈ ગયો. થોડી જ વારમાં વાતાવરણ તંગ બની ગયું અને મામલો મારામારીથી હિંસા સુધી પહોંચી ગયો.
આ ઘટનાની માહિતી મળતા ન એક સમુદાયના લોકો સ્થળ પર એકઠા થયા અને આરોપીઓની ધરપકડની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે લોકોને સમજાવીને શાંત પાડ્યા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. હાલમાં વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને વહીવટીતંત્રે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં આરોપીઓ હથિયારો સાથે જોવા મળે છે.