જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે, કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાંથી ૨૨૮ કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ આરોપને વિપક્ષી દળોએ મુદ્દો બનાવીને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો પર પ્રહારો કરી રહ્યા છે. કેદારનાથ મંદિરમાંથી સોનું ગાયબ થવાના આક્ષેપ બાદ હવે બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી છે.
અજયેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે, ‘એક સંતના રૂપમાં હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું સન્માન કરું છું. પરંતુ તેઓ સવારથી સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરે છે. આટલુ તો એક નેતા પણ નહિ કરતા હોય. સમાચારોમાં રહેવું અને મીડિયાની હેડલાઇન્સ બનવું એ તેમની આદત છે. હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કેદારનાથને લગતા આરોપો પર તથ્યો બહાર લાવે. આ પછી તેઓએ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેમને કોઈ ઓથોરીટી પર વિશ્વાસ ન હોય તો તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાવ. જો તેમની પાસે કોઈ તથ્ય નથી તો તેમને કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી.
અજયેન્દ્રએ પણ સોનું ગુમ થવાની અફવા અંગે વિગતવાર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરીશ કે કેદારનાથ ધામમાં જે સોનું છે તે ૨૩ કિલો જેટલું છે. આ પહેલા મંદિરમાં ૨૩૦ કિલોની ચાંદીની પ્લેટો હતી. આથી આ પછી અમુક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે ૨૩૦ કિલો ચાંદીની જગ્યાએ એટલું જ સોનું આવ્યું હશે અને મંદિરમાં ઓછું લગાવવામાં આવ્યું હશે. આના કારણે જ મૂંઝવણ સર્જાઈ હતી. સોનાની પરત ચડાવવામાં આવે છે. આથી ૧૦૦૦ કિલો તંબુ લગાવવામાં આવ્યું છે અને તેની ઉપર ૨૩ કિલો સોનાની પરત ચડાવવામાં આવી છે. સુવર્ણ મંદિર સહિત ઘણી જગ્યાએ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના તરફથી પણ આવા જ નિવેદનો આવતા રહ્યા છે. તેમણે કોંગ્રેસનો એજન્ડા ચલાવવાથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચો :-