Sunday, Dec 21, 2025

તેલંગાણામાં 12,000 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટનો પર્દાફાશ, 13 લોકોની ધરપકડ

2 Min Read

થાણે જિલ્લાની મીરા ભાયંદર પોલીસે સૌથી મોટા ડ્રગ વિરોધી ઓપરેશનમાં તેલંગાણામાં કાર્યરત એક મોટા ડ્રગ મેન્યુફેક્ચરિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ યુનિટમાંથી લગભગ 32,000 લિટર કાચા MD ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 12,000 કરોડ રૂપિયા છે. તપાસ માત્ર 200 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત થયા સાથે શરૂ થઈ હતી જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે. જેમ જેમ તપાસ વધુ ઊંડાણપૂર્વક વધતી ગઈ, તેમ તેમ પોલીસે તે સાંકળ શોધી કાઢી જેના કારણે તેલંગાણામાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ યુનિટનો ખુલાસો થયો.

13 આરોપી ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસની શરૂઆત માત્ર 200 ગ્રામ ડ્રગ્સની જપ્તીથી થઈ હતી, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસે ડ્રગ્સના ઉત્પાદન કરતી આ મોટી ફેક્ટરી સુધી પહોંચ મેળવી.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા નેટવર્કનું દેશ અને વિદેશમાં મોટું કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. કબજે કરાયેલા ડ્રગ્સ અને ફેક્ટરીમાંથી મળેલા કેમિકલ્સને સીલ કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા સામે મીરા-ભાયંદર પોલીસની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ પહેલાં જુલાઈ, 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મોટી સફળતા મેળવી હતી. મુંબઈ પોલીસે લગભગ 400 કરોડ રૂપિયાની એક મોટી ડ્રગ્સની ખેપ પકડી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે કર્નાટકના મૈસુરમાં પણ દરોડા પાડ્યા હતા. મૈસુર મામલે કર્નાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે મેં મૈસુર કમિશનરેટને ખૂબ કડક સૂચનાઓ આપી છે. એ સાથે જ રાજ્યમાં હવે દરેક SPને સતર્ક બનાવવામાં આવ્યા છે અને દરેક કમિશનરેટને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.”

દેશમાં ડ્રગ્સનું સિન્ડિકેટ ઘણું મોટું છે. સમયાંતરે પોલીસ આ નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરતી રહે છે, પરંતુ તેનું મૂળથી નાશ કરવો અત્યંત જરૂરી છે. ડ્રગ્સ સિન્ડિકેટ ભારતના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે.

Share This Article