‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘યે રિશ્તા કયા કહેલાતા હે’, ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’ જેવી લોકપ્રિય સિરિયલો અને શોમાં ભૂમિકા ભજવનાર અભિનેતા લલિત મનચંદાએ આત્મહત્યા કરી લીધી છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનએ તેમના અવસાનની અધિકૃત પુષ્ટિ કરી છે. સંસ્થાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવસભર પોસ્ટ દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, લલિતે મેરઠમાં પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલી અવસ્થામાં મળ્યો હતો. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના શોકાતુર પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો છે.
લલિતના પરિવાર પાસેથી એકત્રિત માહિતી અનુસાર, અભિનેતા રવિવારે રાત્રે પોતાના ઓરડામાં ગયા હતા અને સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેમને ચા માટે જગાડવા આવ્યા, ત્યારે તેમનો મૃતદેડ પંખા સાથે લટકતો મળી આવ્યો. પરિવારે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. અભિનેતા તેમની પત્ની તરુ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ અને પુત્રી શ્રેયા મનચંદાને છોડીને ગયા છે.