Monday, Dec 8, 2025

સસ્પેન્સ ખૂલ્યું રાયબરેલીથી રાહુલ ગાંધી, અમેઠીથી કિશોરી લાલ શર્મા ચૂંટણી લડશે

2 Min Read

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે બેઠકો માટે નામાંકનનો આજે છેલ્લો દિવસ છે. ચોથા તબક્કામાં ૨૦ મેના રોજ યુપીની ૧૪ લોકસભા બેઠકો પર મતદાન થશે, જેમાં અમેઠી, રાયબરેલી અને કૈસરગંજની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. આજે નામાંકનના છેલ્લા દિવસે જ કોંગ્રેસે પોતાની મહત્વની ગણાતી અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. રાયબરેલી બેઠક પર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક પર કિશોરી લાલ શર્માના નામની જાહેરાત કરી છે.

રાયબરેલીથી રાહુલ ગાંધી, અમેઠીથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી જંગ૨૦૧૪ અને ૨૦૧૯માં અમેઠી સીટ પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. રાહુલે ૨૦૧૪માં જીત મેળવી હતી. જ્યારે ૨૦૧૯માં સ્મૃતિ ઇરાનીએ મોટો અપસેટ સર્જ્યો હતો અને પ્રથમ વખત જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસે અમેઠીમાં નવી યુક્તિ રમી છે અને તેના નજીકના સહયોગી કિશોરી લાલ શર્મા મેદાનમાં ઉતારીને ચોંકાવી દીધા છે. રાહુલ ગાંધી ૨૦૦૪માં પહેલીવાર અમેઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તે પછી, તેઓ ત્યાંથી ૨૦૧૯ સુધી સતત ત્રણ વખત સંસદના સભ્ય રહ્યા. રાહુલ હાલમાં કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ છે અને આ વખતે તેઓ વાયનાડથી પણ ચૂંટણી લડયા છે. ત્યાં બીજા તબક્કામાં મતદાન થઇ ચુક્યું છે.

કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના નજીકના વિશ્વાસુ છે. તેઓ રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે. કિશોરી લાલ શર્મા રાયબરેલી અને અમેઠીમાં ગાંધી પરિવાર સાથે સંબંધિત બાબતોની વાત કરે છે. તમને જણાવી દઈએ કે પાર્ટીની જાહેરાત બાદ હવે કિશોરી લાલ શર્મા ભાજપની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article