Thursday, Nov 6, 2025

સુરતના રવિ રાંદેરીએ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં દેશનું નામ રોશન કર્યું

1 Min Read

સુરતના આર. આર. ફિટનેશ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ ડબલ્યુ. એફ.એફ. ક્વોલિફાયર ચેમ્પિયનશિપનું આયોજન કરયું હતું. જે નવી દિલ્હી ખાતે યોજાય હતી. જેમાં સુરતના રવિ રાંદેરીએ પહોલો નંબર હાંસીલ કરીને માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

યુકે, અફઘાનિસ્તાન સહિત વિશ્વના ૫૦૦થી વધારે સ્પર્ધકો વચ્ચે ભારત સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો. કોચ કુપેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રવિ રાંદેરીએ કોમ્પિટિશનની ટ્રેનિંગ લીધી હતી, જ્યારે તેમને જય જરીવાલા, કિશન લખડિયા અને નીખીલ પટેલે સપોર્ટ કર્યો હતો. રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશન બન્ને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ગુજરાતી સુરતી રવિ રાંદોરીનો દબદબો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article