Wednesday, Nov 5, 2025

એર ઇન્ડિયા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરતના અકિલભાઈનો પરિવાર હતો સવાર

1 Min Read

અમદાવાદમાં થયેલી દુખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં સુરતના રહેવાસી અકિલ પઠાણ અને તેમનો પરિવાર આ પ્લેનમાં લંડન જઈ રહ્યો હતો. લંડન નિવાસી 34 વર્ષીય અકિલ પઠાણ તેમના પત્ની હાનાબેન (32) અને પુત્રી સારા (6) સાથે બકરી ઈદની ઉજવણી માટે ગયા શુક્રવારે સુરત આવ્યા હતા.

સુરતના રામપુરા વિસ્તારમાં આવેલી મનારેસિડેન્સી ખાતે રહેતા અકિલના પિતા અબ્દુલા નાનાબાવા સાથે તેઓએ બકરી ઈદ ઉજવી હતી. ઈદ બાદ તેઓ લંડન પરત ફરવા અમદાવાદથી ફ્લાઇટ પકડવા નીકળ્યા હતા, ત્યારે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં આખો પરિવાર સવાર હતો.

અકીલનો જન્મ લંડનમાં થયો હતો અને તેઓ ત્યાં જ વ્યવસાય કરતા હતા. ભારતીય મૂળ હોવા છતાં તેઓ દર વર્ષે ઈદ જેવી ખાસ તહેવાર માટે ભારત આવતાં.

Share This Article