ભાજપ નેતા વરુણ પટેલે આપેલા નિવેદન બાદ હવે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ મેદાને ઉતર્યા છે. અનામત આંદોલનનો ચહેરો રહેલા અલ્પેશ કથીરિયાએ ચૂંટણીમાં 10 ટકા EWS ની માંગણી કરી છે. તેમજ ચૂંટણીમાં EWS થી દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળી રહેશે એવો સૂર પણ આલાપ્યો છે.
પાટીદાર નેતા મેદાને ઉતર્યા
ભાજપના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે ડાલમાં જ સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટથી ઉડાપોહ મચ્યો છે. તેમને પાટીદારોને આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા મુદ્દે આકરું નિવેદન આપ્યું હતું. વરૂણ પટેલના આ નિવેદનને હવે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સમર્થન આપતા રાજકારણમાં હલચલ મચી છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ડાલમાં વરુણભાઈએ દૂધસાગર ડેરીમાં 21 ટકાથી પણ વધુ મતદારો હોવા છતાં માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ અને ભવિષ્યમાં 10 ટકા EWS લાગું નહીં થાય તો સમાજને નુકશાન થશે એ બે બાબત મૂકી છે.
આ નિવેદનને સંપૂર્ણ સમર્થન છે. સ્વાભાવિક રીતે 10 ટકા EWS હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે EWS લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68 થી પણ વધુ જ્ઞાતિનો એક EWS નો વર્ગ છે, એને પોતાના અધિકારો પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગેચંગે ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથો સાથ 10 ટકા EWSનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી પ્રશ્ન ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે.