સુરતમાં ક્રિએટીવ મલ્ટીમીડીયાની ઓફિસ પર જીએસટી ચોરીની આશંકાએ ફરી દરોડા

Share this story

CGST વિભાગની ટીમે ગઈકાલે સુરતના કતારગામ તથા વરાછા ખાતે મુખ્ય ઓફીસ ધરાવતી કોમ્પ્યુટર્સ તથા ડીસ્ટન્સ લર્નિંગ સાથે સંકળાયેલી ક્રિએટીવ મલ્ટી મીડીયા એન્ડ ડીઝાઈનના ધંધાકીય સ્થળો પર હાથ ધરેલી તપાસ આજે બીજા દિવસે પણ જારી રહી છે. અત્રે નોંધનીય છે કે સવા વર્ષ પહેલાં આ જ સંસ્થાની પ્રિમાઈસીસમાં હાથ ધરેલી તપાસ દરમિયાન તેનું કુલ ટર્ન ઓવર ત્રણ કરોડ જેટલું હોવાનું બહાર આવ્યું હતુ.

સેન્ટરનું ટર્ન ઓવરમાં વધારો થવાને બદલે ઘટાડો જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા સંસ્થાની બેઠક વ્યવસ્થામાં વધારો થવા સાથે પાંચ નવી ફ્રેન્ચાઈઝી પણ આપી હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ. તદુપરાંત ડીસ્ટન્સ લર્નિંગના ક્લાસીસ પણ ચાલી રહ્યા હોવાથી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્ષ પ્રેકટીશ્નર સી.એ.દિપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સીજીએસટી વિભાગનો આ નવતર પ્રયોગ સફળતા અપાવી શકે તેમ છે.મોટાભાગની પેઢીઓના સંચાલકોની ગણતરી એવી હોય છે કે તાજેતરમાં જ પોતાને ત્યાં તપાસ હાથ ધરાયા બાદ હવે બીજીવાર ટુંકાગાળામાં તપાસ હાથ નહીં જ ધરાય.પરંતુ જો જીએસટી વિભાગની નજરમાં ટુંકાગાળામાં પણ વ્યવહારો શંકાસ્પદ લાગે તો તપાસ થઈ હોય તેવી સંસ્થાને પણ સર્વેના સકંજામાં બીજીવાર લઈ શકાય તેમ છે.

વરાછા અને કતારગામ ખાતે મુખ્ય શાખા ધરાવતી ક્રિએટિવ મલ્ટી મીડિયા એન્ડ ડિઝાઈન ઇન્સ્ટીટ્યૂટ પર દરોડા ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. અધિકારીઓએ આ સેન્ટર પર સવા વર્ષ અગાઉ પણ તપાસ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ સેન્ટરનું ટર્નઓવર વધવાની જગ્યાએ ઘટી ગયુ હતુ, સામે તેણે સિટિંગ કેપિસિટી વધારી હતી પાંચ જેટલી નવી ફ્રેન્ચાઇઝી પણ આપી હતી. તપાસ હજી એક દિવસ ચાલે એવી સંભાવના અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે.આથી કરચોરીનો આંક પણ ત્યારબાદ જ જાણી શકાશે. અધિકારીઓને શંકા છે કે ડિસ્ટન્સ લર્નિંગના સેન્ટર પણ અહીં ચાલી રહ્યા છે.

વરાછા, કતારગામ, અડાજણ અને ઉત્રાણ સહિત રાજયમાં ૨૦ શાખા ધરાવતા ક્રિએટિવ મલ્ટીમીડિયા પર ગત સાંજથી તપાસ શરૂ કરાઇ હતી. અગાઉ દરોડા પડયા ત્યારે તેનું કુલ ટર્નઓવર ૩ કરોડ હતુ. દરોડા બાદ સતત વોચમાં ધ્યાને આવ્યુ કે વિસ્તરણ છતાં ટર્નઓવર ૧૫ ટકા વધવાની જગ્યાએ ૨૦ ટકા ઘટી ગયું છે આથી ફરી તપાસ કરાઇ હતી. કરચોરીની મોડસ ઓપરેન્ડી શોધવાનો પ્રયાસ ચાલુ છે. કરચોરીનો આંક એક- બે દિવસમાં જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો :-