Thursday, Nov 6, 2025

સુરતના ધારાસભ્ય મોરડીયાની ઓફિસમાં આગ લગતા ધમાચકડી

2 Min Read

સુરતમાં આગની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે કતારગામના ધારાસભ્યની સિંગણપોરસ્થિત કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં એકાએક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર કોમ્પ્યુટર અને એસી બળીને ખાક થઈ ગયું છે.

પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી. સાથે જ ધુમાડાના ગોટે ગોટા દુર સુધી જોવા મળ્યા હતાં. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડીયાના કાર્યાલયમા આગ ફાટી નીકળ્યાની જાણ થતાં જ ડભોલી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમણે સતત પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેથી હાશકારની લાગણી લોકોમાં ફેલાઈ હતી.

ફાયર અધિકારી રમેશ સેલરે જણાવ્યું કે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલા ઓફિસમાં જયારે કર્મચારીઓ દ્વારા ઓફિસ ખોલીને ACએનઆઇ સ્પીચ ઓએન ઓન કરી હતી ત્યારે એકાએક જ AC ધડાકો થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું મળ્યું છે. જોત જોતામાં સર્કિટ થયું અને તેના કારણે આખી ઓફિસ લપેટમાં આવી ગઈ હતી કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોચી હતી. કાર્યાલયમાં આગ લાગતા ફર્નિચર અને કોમ્પ્યુટરના સાધનો સહિતની પ્રચાર સામગ્રી અને અન્ય કાગળો પણ બળીને ખાક થઈ ગયા હતાં. આગ લાગવાનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. જો કે ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક માહિતી આગ શોર્ટ સર્કિટને ગણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-
Share This Article