સુરતના પર્વતગામ સ્થિત આવેલી અવધ ઋતુરાજ ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
મળતી માહિતી મુજબ સુરતના પર્વતગામ ગોડાદરા રોડ પર આવેલી અવધ ઋતુરાજ ટેક્સટાઈલ માર્કેટના પાંચમાં માળે આવેલી પીન્કેશ ટેક્સટાઈલ નામની કાપડની દુકાનમાં સવારના સમયે આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. પરંતુ કાપડની દુકાનમાં આગના પગલે કાપડનો જથ્થો, કોમ્યુટર સેટ બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.