સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સુરત રોડ સેફ્ટી બેઠક
સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતો (રોડ સેફ્ટી)ને કારણે થતા માનવમૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને નિવારાત્મક પગલા અને રોડ મિકેનિઝમ સુદ્રઢ કરી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરએ જણાવ્યું હતું.
તેમણે જિલ્લામાં આવેલા રસ્તા અને પુલો હેવી વેહીકલ્સ માટે નથી બન્યા તેમનો ઉપયોગ આવા ભારે વાહનો માટે ન થાય તેની તકેદારી રાખવા કહ્યું હતું.
કલેક્ટર ડો.સૌરભ પારધી
ખાસ કરીને જિલ્લાને જોડતા નેશનલ હાઇવે પર ઘણી હોટેલમાલિકોએ સર્વિસ રોડ ઉપર લેવલ કરી કરેલા દબાણોનો સર્વે કરી આવા દબાણકર્તાઓનું લિસ્ટ તૈયાર કરી NHAI ને આપવા સંબધિત મામલતદાર, પોલીસ અનેRTOને જણાવ્યું હતું અને સમયમર્યાદામાં કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
હાઇવે પર જતા માલવાહક અને ભારે વાહનોના ચાલકો માટે વિશેષ આઈ કેમ્પ યોજવા સૂચન કર્યું હતું. રોડ સાઈડ ડ્રાઈવિંગ અને વાહનો દ્વારા થતા ઓવર સ્પીડીંગ પર નિયંત્રણ, જિલ્લાના તમામ રસ્તાઓમાં માર્ગ સલામતી માટે રોડ સમારકામ, સાઈન બોર્ડસ, ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ બ્રેકરની કામગીરી પૂર્ણ કરવા જણાવી પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કાઉન્સિલના સભ્યો અને અધ્યક્ષશ્રી દ્વારા માર્ગ સલામતીને લગતા અન્ય સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
કલેક્ટર ડો.સૌરભ પારધી
શાળા- કોલેજોના વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં RTOએચ.એમ.પટેલ, ARTO સોલંકી પોલીસ, આર.ટી.ઓ. અને NHAI, માર્ગ અને મકાન વિભાગ (R&B), માહિતી સહિતના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.