સુરત શહેરમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. હવે ચંદ્રશેખર બ્રિજ અથવા જહાંગીરપુરા ડભોલી બ્રીજનો ઉપયોગ વાહન ચાલકોને કરવો પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
સુરતમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ચોમાસામાં ભયજનક સપાટીએ પહોચતા પહેલી વાર ગત 23 જૂનના રોજ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સપાટીમાં ઘટાડો થતાં 50 દિવસ બાદ 11 ઓગસ્ટના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
7 દિવસમાં ફરી એક વખત કોઝવેની સપાટી ભયજનક સપાટી સુધી પહોંચી છે. જેના પગલે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે બપોરે 2 કલાકે કોઝવેની સપાટી 5.98 મીટર નોંધાઈ હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, ઉલ્લેખનીય છે કે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને જહાંગીરપુરા ડભોલી બ્રીજ અથવા ચંદ્ર શેખર આઝાદ બ્રીજનો ઉપયોગ કરવો પડશે.