Saturday, Mar 14, 2026

સુરતમાં વેપારી જીમના ટ્રેડમિલ પર ચાલતા અચાનક ઢળી પડ્યો, CPR આપવા છતાં ન બચ્યો જીવ

2 Min Read

સુરતમાં કાપડના વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. વેપારીને CPR આપ્યા છતાં જીવ બચી શક્યો નહોતો. વેપારીને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં કાપડના વેપારી દ્વારકાદાસ મારુ (60 વર્ષ) જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા. આ દરમિયાન તે અચાનક ઢળી પડતા જીમમાં હાજર લોકો ભેગા થયા હતા અને વેપારીને CPR આપી ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, વેપારીને ભાનમાં ન આવતા તેને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તબીબે વેપારીને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેક આવ્યો હોવાથી દ્વારકાદાસનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

જીમમાં હાજર કોઈને પણ ખ્યાલ ન હતો કે અચાનક શું થઈ ગયું? દરરોજની જેમ, તેઓ સામાન્ય રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા અને તેની બાજુમાં એક વ્યક્તિ પણ તે જ રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક જ તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને જોઈ જીમમાં તમામ લોકો દોડીને તેમની પાસે આવી ગયા. તેમને સતત સીપીઆર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોતની થયું હતું. 14મીએ સવારે 6:55 કલાકે બનેલી કઇ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

આ પણ વાંચો :-

Share This Article