તાજેતરમાં સુરત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) ખાતે 10 અને 11 એપ્રિલના રોજ યોજાયેલ ઇન્ટરનેશનલ બિઝનેસ મીટ (બીએસએમ)માં ઓછામાં ઓછા સાત દેશોના ગ્રાહકોએ મુલાકાત લીધી હતી. અમેરિકામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ જાહેર કર્યા બાદ આવી સૌપ્રથમ ઘટના હતી.નોંધનીય કે અમેરિકા, યુકે, કેનેડા, યુએઇ, રશિયા, ખજાખસ્તાન અને સાઉદી અરેબિયાથી આવેલા ગ્રાહકોએ જણાવ્યુ હતુ કે ટેરિફને કારણે હવે તેઓ સીધો વેપાર કરવા માગે છે અને તેમને સુરતમાં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ (LGD) ચીન કરતા સસ્તો લાગે છે.
સુરતમાં 2023 બાદ સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બીએસનું જીજેઇપીસી દ્વારા વૈશ્વિક સ્તરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સંમિટનો અન્ય દ્રષ્ટિકોણ એ હતો કે ગ્રાહકોને LGD પરનો ફર્સ્ટહેન્ડ એક્સપિરીયન્સ પ્રાપ્ત થઇ શકે છે, જેમાં તેને કઇ રીતે તૈયાર કરવામાં આવે છે, પોલિશ અને બાદમાં જ્વેલરીમાં કઇ રીતે લગાવવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. જીજેઇપીસીના સૂત્રોના અનુસાર 2023-24માં યોજાયેલી એલજીડી બીએસએમની પ્રથમ આવૃત્તિમાં 6 મિલીયન ડોલરનો બિઝનેસ થયો હતો, જ્યારે બીજી આવૃત્તિમાં બિઝનેસ વધીને 8 મિલીયન ડોલરને સ્પર્શે તેવી શક્યતા સેવાય છે.
કઝાખસ્તાનના એક ગ્રાહકે જણાવ્યું હતુ કે “અમારી પાસે રશિયા અને તુર્કીના ગ્રાહકો છે, અને તેઓ વિવિધ ડિઝાઇન માંગે છે અને અમે તેમની જરૂરિયાતો અનુસાર કાર્ય કરીએ છીએ. અમે હોંગકોંગ અને ચીનનો પ્રવાસ કર્યો હતો, ડાયમંડ જ્વેલરીના વેપારીઓને મળ્યા અને તે ઘણું મોંઘું લાગ્યું હતુ. ચીન એ અમારો પાડોશી દેશ છે અને અમારી છેલ્લી મુલાકાત દરમિયાન, અમે એક LGD HPHT (હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચર) હીરાના વેપારીને મળ્યા હતા, અને તેમની સાથે વ્યવહાર કરતી વખતે પણ અમને તે ઘણું મોંઘું લાગ્યું હતું. તેઓએ (ચીની વેપારીઓ) અમને જણાવ્યું હતું કે ચીનમાં ડાયમંડ અને જ્વેલરી કટ અને પોલિશ કરવા માટેનો લેબર ચાર્જ ઘણો વધારે છે. તેઓએ અમને ભારતમાં સુરતની ટૂર કરવાની સલાહ આપી હતી, જ્યાં અમે તદ્દન પોસાય તેવા ભાવે વધુ એલજીડી જ્વેલરી મેળવી શકીએ.”
તેમણે ઉમેર્યુ હતું કે “આ અમારી ભારતની પ્રથમ મુલાકાત છે, અને અમે LGD ડાયમંડના વેપારીઓ દ્વારા LGDને ઉગાડવા, કટ અને પોલિશ કરવામાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીથી ખૂબ પ્રભાવિત છીએ. અમે છૂટક અને સેટ-ઇન જ્વેલરી વેચતા LGDના વેપારીઓ, ઉત્પાદકો અને વેપારીઓને મળ્યા હતા, અને તેઓ ખૂબ મદદરૂપ હતા. તેઓએ અમને સમગ્ર પ્રક્રિયાની સંપૂર્ણ સમજણ આપી, અને અહીં ભારતમાં દરો પણ તદ્દન પોસાય તેવા છે. તેથી, અમે સુરતના હીરાના વેપારીઓ સાથે સોદો કરવાનું નક્કી કર્યું છે. કિંમતોની દ્રષ્ટિએ, સુરત LGD ડાયમંડ જ્વેલરી ચાઈનીઝ પ્રોડક્ટ્સ કરતાં 10 ટકાથી વધુ સસ્તી છે.”