સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 જાન્યુઆરી) દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના શરતી જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31 માર્ચ સુધી માટે જામીન અપાયા છે. સાથે જ, એસસીએ આસારામને આદેશ આપ્યો છે કે તેઓ અંતરિમ જામીન પર મુક્ત થયા પછી પોતાના અનુયાયીઓને નહીં મળે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 86 વર્ષીય આસારામ હ્રદયરોગ ઉપરાંત વૃદ્ધાવસ્થાથી જોડાયેલી વિવિધ આરોગ્ય સમસ્યાઓથી પીડિત છે.
સુપ્રીમ કોર્ટે આસારામને હૃદયની સારવારની શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે આસારામ પોતાના જ ગુરુકુળની એક વિદ્યાર્થીની સાથે યૌન શોષણના મામલામાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ભોગવી રહ્યા છે. તેમને માત્ર તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આસારામના વકીલે જણાવ્યું કે તે હાર્ટ પેશન્ટ છે અને તેમને હાર્ટ એટેક આવી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આસારામ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાના અનુયાયીઓને પણ નહીં મળે.
સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે ‘આસારામ બાપુને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરત એ રહેશે કે તેઓ પુરાવા સાથે છેડછાડ નહીં કરે. સાથે જ તેમને તેમના અનુયાયીઓને સામૂહિક રીતે મળવાની પરવાનગી નહીં આપવામાં આવે.’ જાણવું જરૂરી છે કે એસસીનો આ નિર્ણય ગુજરાતમાંના તે બળાત્કાર કેસ સંદર્ભે આવ્યો છે જેમાં તેઓ આયુષ્ય કાળની સજા ભોગવી રહ્યા છે. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા એવા જ એક કેસને લઈને તેઓ હજી પણ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો :-