NEET પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, NTA પાસે માંગ્યો જવાબ

Share this story

NEET UG પરિણામ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓનો NTA સામે ગુસ્સો ભભૂક્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTA પર અનેક સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે ૬૭ વિદ્યાર્થીઓને ફુલ માર્કસ મળ્યા છે. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.

'NEETની પરીક્ષા રદ નહીં, કાઉન્સિલિંગ ચાલુ રાખો', વિવાદ પર સુપ્રીમે NTA પાસે માગ્યો જવાબઅરજીકર્તાઓએ NEET-UG પરીક્ષા ૨૦૨૪માં ગ્રેસ માર્ક્સ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કર્યો છે. અરજદારોએ એ હકીકત પર પણ શંકા વ્યક્ત કરી છે કે એક પરીક્ષા કેન્દ્રના ૬૭ ઉમેદવારોને ૭૨૦ માર્કસના સંપૂર્ણ માર્ક્સ મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં ૫ મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના પેપર લીકની વ્યાપક ફરિયાદો પણ ટાંકવામાં આવી છે.

NEET સામે વિરોધના વંટોળ સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યા હતા. જે બાદ NEET અને NTA સામે તપાસના ધમધમાટ ચાલ્યા. જ્યાં ૬૭ વિદ્યાર્થીને ફૂલ માર્કટ કેમ આવ્યાની તપાસ શરૂ કરવામાં આવી હતી. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સિલિંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટિસ ઈશ્યૂ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબની માગ કરી હતી. હવે આ મામલે આગામી ૮ જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.

આ અરજી તેલંગાણાના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને આંધ્રપ્રદેશના રહેવાસી ડો. શેખ રોશન મોહિદ્દીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. આ પિટિશનમાં પરીક્ષા રદ કરીને ફરીથી કરાવવાની માંગ કરવામાં આવી છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓના આધારે NEET-UG ૨૦૨૪ની પરીક્ષા ફરીથી યોજવાની વિનંતી કરતી અરજીનો જવાબ આપવો પડશે.

આ પણ વાંચો :-