૧૯૯૭માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર ૨ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડરની સિક્વલ બોર્ડર ૨ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની સિક્વલથી સની દેઓલ ફરી કમબેક કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બોર્ડરની સિક્વલ રિલીઝના ૨૭ વર્ષ પછી આવવા જઈ રહી છે. બોર્ડર ૨માં સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાન સાથે યુદ્ધ કરતો જોવા મળશે.
બોર્ડર ૨ના આ વીડિયોમાં કોઈ વિઝ્યૂઅલ નથી, બેકગ્રાઉન્ડમાંથી માત્ર સની દેઓલનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘૨૭ વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. આ જ વચનને પૂર્ણ કરવા તેઓ ફરીથી ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યો છે. આ પછી ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશ આતે હૈ બેકગ્રાઉન્ડમાં વાગે છે. ગદર ૨ ની સફળતાએ સની દેઓલને ફરી એકવાર બોલિવૂડમાં જીવંત કરી દીધો છે. હવે સની પાસે ઘણા પ્રોજેક્ટ છે, જેમાં સફર, લાહોર ૧૯૪૭, બોર્ડર ૨ અને ફિલ્મ ગદર ૩ સામેલ છે.
બોર્ડર ૨નું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અનુરાગ સિંહ બોર્ડર ૨નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અનુ મલિક, મિથુનનું સંગીત હશે, ફિલ્મના ગીતો જાવેદ અખ્તર લખી રહ્યા છે, જે સોનુ નિગમ ગાવાના છે. હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ જાહેર કરવામાં આવી નથી.
તાજેતરમાં, બોર્ડર ૨ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર ૨નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટીમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની ગદર ૨ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી.
આ પણ વાંચો :-