Friday, Oct 24, 2025

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત

1 Min Read

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

બતાવવામાં આવી રહ્યું છે કે સવારે આત્મઘાતી કાર બોમ્બે પાકિસ્તાની લશ્કરી MRAP વાહનને ટક્કર મારી હતી, જે એક EOD યુનિટની ગાડી હતી. લશ્કરી વાહન નાગરિક વિસ્તારોમાં બોમ્બ-નિષ્ક્રિય કરવાની ડ્યુટી પર હતી. પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક જૂથ ઉસુદ-ઉલ-હર્બ એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ગ્રુપ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન અને હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલ છે.

આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું
એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને લશ્કરી કાફલા સાથે અથડાવ્યું હતું. આ વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા છે, 10 લશ્કરી કર્મચારીઓ અને 19 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટથી નજીકના ઘરોને પણ નુકસાન થયું છે.

Share This Article