Sunday, Sep 14, 2025

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ,ત્રણ આરોપી ધરપકડ, જાણો સમગ્ર મામલો

2 Min Read

દક્ષિણ કોલકાતાની એક લૉ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો. આ ઘટનાએ મહિલા સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં ઘટનાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો
મળતી માહિતી અનુસાર આ ઘટના 25 જૂનના સાંજના સમયે કોલકાતાની લૉ કોલેજના કેમ્પસમાં બની હતી. જ્યાં એક વિદ્યાર્થિની પર ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો. પોલીસની તપાસમાં મેડિકલ રિપોર્ટથી ગેંગરેપની પુષ્ટિ થઈ છે. પીડિતાના શરીર પર સ્ક્રેચ, દાંતના નિશાન અને જબરજસ્તી કર્યા હોવાના અનેક નિશાન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાના 12 કલાકની અંદર ત્રણેય આરોપીઓને પકડી લીધા છે.

આરોપીઓ અને તપાસ
આરોપીઓમાંથી એક કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રેક્ટિસિંગ ક્રિમિનલ લૉયર છે. જેનું નામ મનોજીત મિશ્રા છે. 31 વર્ષીય મુખ્ય આરોપી વિદ્યાર્થી રાજકારણમાં એક્ટિવ હોય. આ ઘટનામાં આરોપીમાં તેને સપોર્ટ કરનાર ઝૈબ અહેમદ જે 19 વર્ષીય છે અને લો કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજ યુનિયન પ્રવૃત્તિઓ દરમિયાન, તે મનોજીત મિશ્રાને મળ્યો હતો, જેના કારણે નિકટતા વધી હતી. જ્યારે અન્ય એક આરોપીનું નામ પ્રમિત મુખર્જિ ઉર્ફે પ્રમિત મુખોપાધ્યાય છે. આ 20 વર્ષીય લો કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે પીડિતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પીડિતા તરફ પ્રસ્તાવ નકારતા ઉશ્કેરાઈને આ કૃત્યને આચર્યુ હતું. જ્યારે અન્ય બે આરોપીઓ બહાર નીગરાની રાખતા હતા. કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા અને જોઈન્ટ સીપી ક્રાઈમ રૂપેશ કુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પીડિતાનું નિવેદન નોંધ્યું.

Share This Article