Sunday, Dec 7, 2025

ઇન્ડોનેશિયામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

2 Min Read

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 6.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આચેહ પ્રાંત નજીક 6.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ શક્તિશાળી ભૂકંપના આંચકા સમગ્ર પ્રદેશમાં અનુભવાયા હતા. જો કે, અધિકારીઓએ તાત્કાલિક પુષ્ટિ આપી છે કે મોટા નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી.

ઇન્ડોનેશિયા કુદરતી આફતોના બેવડા આંચકાનો સામનો કરી રહ્યું છે
પેસિફિક મહાસાગરના “રિંગ ઓફ ફાયર” નજીક સ્થિત, ઇન્ડોનેશિયા ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ માટે ખૂબ જ સંવેદનશીલ છે. ગુરુવારના ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી, પરંતુ આ ઘટના ત્યારે બની છે જ્યારે દેશ પહેલાથી જ બુધવારે દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત સેન્યારના કારણે મુશળધાર વરસાદ અને ગંભીર પૂરનો સામનો કરી રહ્યો છે.

ચક્રવાત સેન્યારને કારણે આવેલા અચાનક પૂરથી ખાસ કરીને ઉત્તર સુમાત્રા પ્રાંત પ્રભાવિત થયો છે, જ્યાં અત્યાર સુધીમાં 28 લોકો મૃત્યુ પામ્યા છે અને ડઝનેક લોકો ગુમ છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને સતત વરસાદને કારણે બચાવ કામગીરી ધીમી પડી ગઈ છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય
Share This Article