Tuesday, Oct 28, 2025

તુર્કીના પશ્ચિમ બાલિકેસિર પ્રાંતમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

1 Min Read

દેશની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) એ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે તુર્કીના પશ્ચિમ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી જિલ્લામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાની માહિતી મળી છે.

ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 10.48 વાગ્યે (1948 GMT) આવ્યો હતો અને તેની ઊંડાઈ લગભગ 6 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.

ઇસ્તંબુલ સહિત નજીકના અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીના ઉપપ્રમુખ જેવદેત યિલમાઝે જણાવ્યું હતું કે AFAD અને અન્ય એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરી રહી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી

2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે

3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું

4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે

5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે

6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે

7 થી 7.9: ઈમારતો તૂટી પડે

8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

Share This Article