બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી રહી છે. ગ્રાન્ડ ઓપનિંગ પછી હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2‘ એ વીકેન્ડ પર પણ જંગી કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
15મી ઓગસ્ટના ખાસ અવસર પર રિલીઝ થયેલી ‘સ્ત્રી 2’એ કમાણીના મામલામાં ઘણી આગળ નીકળી ગઈ છે. ‘સ્ત્રી 2’ને વીકેન્ડની રજાનો પૂરો લાભ મળ્યો છે. ફિલ્મે વીકેન્ડમાં શાનદાર કમાણી કરી છે. ફિલ્મના ચોથા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે, જે અપેક્ષા કરતાં ઘણું સારું છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર શનિવારે ‘સ્ત્રી 2’નું નેટ ઈન્ડિયા કલેક્શન 45.70 કરોડ રૂપિયા હતું. તે જ સમયે, ચોથા દિવસે, રવિવારે, ફિલ્મે 58.20 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી. 4 દિવસની કમાણી સહિત, ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 204 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘સ્ત્રી 2’ એ 4 દિવસમાં રૂ. 200 કરોડનો આંકડો પાર કરીને એક નવો ક્રમ સ્થાપિત કર્યો છે.
‘સ્ત્રી 2’ના તોફાનમાં અક્ષય-જ્હોનની ફિલ્મો પટકાઈ
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા અને રાજકુમાર રાવની ફિલ્મ સાથે વધુ બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ અને જોન અબ્રાહમની ‘વેદા’, પરંતુ ‘સ્ત્રી 2’ના તોફાનમાં બંને ફિલ્મો ઉંધા માથે પટકાઈ. ‘સ્ત્રી 2’ નો ધ્વજ ટોચ પર લહેરાયો છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર નવી ક્રાંતિ લાવી છે. વીકએન્ડ બાદ ફિલ્મને પણ રક્ષાબંધનની રજાનો પૂરેપૂરો લાભ મળવાની આશા છે. પહેલા સોમવારે ફિલ્મ કેટલું કલેક્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી ‘સ્ત્રી 2’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો :-