ટ્રેડિંગ અને દિવાળીના આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ સારું રહ્યું છે. આ મહિને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ થંભી ગયું છે. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 80000ના આંકને પાર કરી ગયો. બજારના આ ઉછાળામાં બેન્કિંગ સહિતના તમામ ક્ષેત્રોનો ફાળો છે. આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.83 ટકા વધીને 55,736.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેકસ 1.20 ટકા વધારાની સાથે 18,062.30 પર બંધ થયા છે. અંતમાં બીએસઇના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 602.75 અંક એટલે કે 0.76% ની મજબૂતીની સાથે 80,005.04 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 158.40 અંક એટલે કે 0.66% ની વધારાની સાથે 24.339.20 ના સ્તર પર બંધ થયા છે.
ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 441.54 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 436.98 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.54 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો :-