Thursday, Oct 23, 2025

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 500 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

2 Min Read

શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ દરમિયાન, પાવરગ્રીડ, NTPC, RVNL અને IREDA ના શેરમાં ઝડપી ગતિએ સુધારો જોવા મળ્યો છે.

શેરબજાર ખુલતાની સાથે જ, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,905.51 ની સરખામણીમાં મજબૂત તેજી સાથે 77,456.27 પર ખુલ્યો અને ટૂંક સમયમાં 77,498.29 પર પહોંચી ગયો. આ ઉપરાંત, NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 23,515.40 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 23,350.40 થી વધીને ખુલ્યો છે.

જો આપણે શેરબજારમાં ટ્રેડ થઈ રહેલા ટોચના 10 શેરો પર નજર કરીએ, તો લાર્જ કેપ કેટેગરીમાં પાવર ગ્રીડના શેર 2.49%, કોટક બેંકના શેર (2.30%) અને એક્સિસ બેંકના શેર (2%) ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. તો, મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં, IGL શેર (3.46%), IREDA (3.29%), RVNL શેર (3%), મઝગાંવ ડોક શેર (2.60%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ શેરોમાં, JNK ઇન્ડિયા શેર 10%, રેલટેલ શેર 8.83%, ઝેન્ટેક શેર 8.65% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફઆઈઆઈએ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફઆઈઆઈના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન (ગુરૂવાર-શુક્રવાર)માં એફઆઈઆઈએ કુલ રૂ. 10709.5 કરોડની ખરીદી નોંધાવી છે.

Share This Article