ભારતીય શેરબજારમાં ગુરવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જો કે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૭૮,૭૭૧.૬૪ પોઈન્ટની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સ ૧૪૯.૪૧ પોઈન્ટ ઘટીને ૭૮,૫૨૪.૮૪ પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૪૭.૪૫ પોઈન્ટ ઘટીને ૨૩,૮૨૧.૩૫ પર આવી ગયો હતો. હાલમાં સેન્સેક્સ ૨૬૯.૬૨ પોઈન્ટના વધારા સાથે ૭૮૯૩૪.૮૭ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૭૬ પોઈન્ટના વધારા સાથે ૨૩૯૪૫ પર છે.
સેન્સેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, મારુતિ, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને નેસ્લેના શેરને સૌથી વધુ નુકસાન થયું હતું.
સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ ૧૦ વાગ્યા સુધીમાં ૩૫૯.૬૬ પોઈન્ટ ઉછળી ૭૯૦૩૩.૯૧ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ૨૩૯૭૪.૭૦ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ ૧૦.૫૦ વાગ્યે ૧૮.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૮૫૦.૭૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની ૧૧ સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને ૧૯ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ખાતે ૨૩૩ શેર્સ અપર સર્કિટ, ૧૫૬ શેર્સ લોઅર સર્કિટ, જ્યારે ૨૪૦ શેર્સ વર્ષની ટોચે અને ૨૨ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.
નિફ્ટી50માં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, ડો. રેડ્ડીઝ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ ૪ ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર્સમાં સામેલ છે. મારૂતિ સુઝુકી ૧.૨૨ ટકા, શ્રીરામ ફાઈનાન્સ ૦.૯૭ ટકા, કોલ ઈન્ડિયા ૦.૯૬ ટકા, લાર્સન ટ્રુબો ૦.૯૪ ટકા અને એચસીએલ ટેક ૦.૮૮ ટકા તૂટ્યા છે.