Thursday, Oct 23, 2025

શેરબજારમાં તેજી પરત ફરી, સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા

2 Min Read

ભારત-પાકિસ્તાન તણાવ અને વૈશ્વિક બજારમાં મજબૂતાઈ વચ્ચે સોમવારે ભારતીય શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 279.19 પોઈન્ટના વધારા સાથે 80,781.18 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.નિફ્ટી પણ 69.95 પોઈન્ટના વધારા સાથે 24,416.65 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આજના કારોબારની શરૂઆતમાં, સેન્સેક્સમાં, જેમાં 30 મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં 23 શેર શેર વધારા સાથે તેમજ 7 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સોમવારે, જ્યારે શેરબજારે વેપાર શરૂ કર્યો, ત્યારે BSE સેન્સેક્સ 80,661.62 ના સ્તરે કૂદી ગયો અને થોડા જ સમયમાં, તે લગભગ 360 પોઈન્ટના વધારા સાથે 80,888 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. સેન્સેક્સની જેમ, NSE નિફ્ટી પણ 24,419.50 પર ગ્રીન ઝોનમાં ખુલ્યો અને પછી 24,460.75 પર પહોંચી ગયો. સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું અને શરૂઆતના વેપાર દરમિયાન, 1520 કંપનીઓના શેર લીલા નિશાન પર ટ્રેડ થવા લાગ્યા, જે તેમના અગાઉના બંધની તુલનામાં વધ્યા. તે જ સમયે, ૧૨૧૫ કંપનીઓના શેર રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા. આ સિવાય ૧૭૨ કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આજના કારોબારની શરૂઆતમાં નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એટરનલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ સૌથી વધુ ઘટ્યા હતા. બેંકો સિવાયઅન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો. એફએમસીજી, ઓઇલ અને ગેસ 1-1 ટકા વધ્યા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અડધા ટકાના વધારા સાથે બંધ થયા છે.

Share This Article