સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે, જ્યાં સાવકા પિતાએ પોતાની જ નાબાલિક દીકરી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
માહિતી મુજબ, 14 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુખાવો થતા મામલો બહાર આવ્યો હતો. દીકરીએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી, જેમાં સાવકા પિતાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાંભળ્યા બાદ માતાએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદના આધારે કતારગામ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. સાથે જ બાળકીનું તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને જરૂરી મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે.
પોલીસે આ ગંભીર મામલામાં પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.