ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા મળ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકારના નિર્ણયની ટીકા કરી. વધુમાં તેમણે કહ્યું કે આખરે કર્ણાટકની કોંગ્રેસ સરકારની માનસિકતા છતી થઈ છે. કર્ણાટક સરકાર ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે બિલ લાવી. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લીમનોને અનામત અપાયું છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે બિલ લાવી છે તેનાથી અનેક લોકોને અન્યાય થશે.હું કર્ણાટક સરકારના નિર્ણયને વખોડુ છું.
આ ઉપરાંત, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા એક બિલ અંગે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે તેમની માનસિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે આ નિર્ણયને નિમ્ન કક્ષાનો ગણાવતા કહ્યું હતું કે દેશના કોઈપણ રાજ્યમાં પહેલીવાર સરકારી ટેન્ડરમાં મુસ્લિમ સમાજને 4 ટકાનું રિઝર્વેશન આપવામાં આવ્યું છે. સંઘવીએ કર્ણાટક સરકાર પર વિવિધ ચૂંટણીઓમાં આપેલા વચનો પૂરા કરવા માટે સરકાર પાસે નાણાં ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના આ નિર્ણયને વખોડ્યો હતો અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.