અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ચાલી રહેલા મેગા ડિમોલેશન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું.
આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે.
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે પણ સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં બે દિવસ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને ગેરકાયદે દબળો દૂર કરવામાં આવશે.