આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં નાસભાગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તિરુપતિ મંદિરના વૈકુંઠ દ્વારના દર્શન માટે 8 જગ્યાએ ટોકન કાઉન્ટર બનાવવામાં આવ્યા હતા. તિરુપતિના બૈરાગીપટ્ટડામાં આવેલી MGM હાઈસ્કૂલમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જે વિષ્ણુ નિવાસમ મંદિરની નજીક સ્થિત છે. ટોકન લેવા માટે બુધવારે સવારથી જ હજારો ભક્તો કાઉન્ટર પર એકઠા થવા લાગ્યા હતા અને સાંજ સુધીમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પ્રમુખ બીઆર નાયડુએ જણાવ્યું હતું કે એક મહિલાને બહાર કાઢવા માટે ગેટ ખોલવામાં આવ્યો ત્યારે નાસભાગ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ તરત જ બધાને અંદર ધકેલી દીધા હતા. તમને જણાવી દઈએ કે દર વર્ષે વૈકુંઠ એકાદશીના દિવસે તિરુપતિ વૈકુંઠ દ્વારના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. આ વખતે વૈકુંઠ દ્વાર દર્શન 10મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી સુધી થવાના છે.
10 જાન્યુઆરીએ વૈકુંઠ એકાદશીના દર્શન માટે મર્યાદિત ટોકન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. TTDએ જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીના દર્શન માટે ટોકન વિતરણ ગુરુવારે સવારે 5 વાગ્યાથી શરૂ થશે. મર્યાદિત ટોકન હશે અને જે પ્રથમ પહોંચશે તેને ટોકન મળશે. બુધવારે સાંજે 6.00 વાગ્યાથી લોકો ટોકન મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવા લાગ્યા. સવારે લગભગ 8:30 વાગ્યે, જ્યારે તિરુપતિ શહેરના શ્રીનિવાસમ પ્લેસ પર પહેલી વાર લાઈન ખોલવામાં આવી, ત્યારે લોકો લાઈનમાં પહેલા પહોંચવાની ઉતાવળમાં લોકોમાં નાસભાગ મચી ગઈ.
આ પણ વાંચો :-