Sunday, Dec 14, 2025

સાબરકાંઠામાં રેલવે અંડર બ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ

2 Min Read

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

એ...એ...ગઇ બસ પાની મેં: હિંમતનગર નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી, વીડિયો થયો વાયરલ 1 - image

હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. રેલવે અંડર બ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. હિંમતનગરથી વીરાવડા જતી બસ હમીરગઢ અંદર બ્રિજના પાણીમાં ગરકાવ થઈ છે. પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાય છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article