હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, જોકે ડિસેમ્બર મહિનો હોવા છતાં જોઈએ તેવી કડકડતી ઠંડીની શરૂઆત થઈ નથી. તેમ છતાં, રાત્રિ દરમિયાન ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા સ્થિત નેચર પાર્ક ખાતે પક્ષીઓ અને પ્રાણીઓને શીત લહેરથી બચાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સિંહ, વાઘ અને દીપડાના પાંજરામાં હીટર
નેચર પાર્ક વહીવટીતંત્ર દ્વારા મોટા પ્રાણીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને જંગલના રાજા ગણાતા સિંહ, વાઘ, દીપડા અને રીંછ જેવા મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે તેમના નાઈટ શેલ્ટર (રાત્રી નિવાસ)ની બહાર હીટર મૂકવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન તાપમાન ઘટતાં આ હીટર તેમને ડુંફાળું વાતાવરણ પૂરું પાડે છે.
પક્ષીઓ માટે ઇલેક્ટ્રિક લેમ્પ, ડરણ માટે તાપણાં
નેચર પાર્કમાં રહેલા વિવિધ પ્રકારના પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે તેમના પાંજરામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પક્ષીઓ: પક્ષીઓના પાંજરામાં 100 વોલ્ટના ઈલેક્ટ્રિક બલ્બ (લેમ્પ) લગાડવામાં આવ્યા છે. આ બલ્બમાંથી નીકળતી ગરમી પક્ષીઓને ઠંડીથી રાહત આપે છે અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
દરણ અને અન્ય પ્રાણીઓ: કરણ જેવા પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવતા હોવાથી, રાત્રિ દરમિયાન ઠંડી વધે તો તેમના મેદાનમાં તાપણાં કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા સમયાંતરે આ તાપણાંની દેખરેખ રાખવામાં આવે છે.
સરથાણા નેચર પાર્ક દ્વારા કરવામાં આવેલું આ આયોજન સ્પષ્ટ દર્શાવે છે કે માનવની જેમ જ વન્યજીવોને પણ શિયાળાની ઋતુમાં વિરોષ સંભાળની જરૂર હોય છે. નેચર પાર્કના કર્મચારીઓ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.