Thursday, Oct 23, 2025

સોનમ વાંગચુકને સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસે કરી અટકાયત

2 Min Read

સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પરથી અટકાયતમાં લીધી છે. તેઓ તેમની 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કાઢીને દિલ્હીમાં પ્રવેશી રહ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. વાંગચુકની સાથે લદ્દાખના લગભગ 150 લોકો પણ હતા. આ દરમિયાન પોલીસે તેમની પણ અટકાયત કરી છે. અટકાયત બાદ વાંગચુકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે તેની સાથે લગભગ 150 લોકોની અટકાયત પણ કરી છે. સોનમ વાંગચુક ‘દિલ્લી ચલો પદયાત્રા’ દરમિયાન હરિયાણાથી દિલ્હીમાં પ્રવેશતા જ પોલીસે તેને રોકી હતી. સોનમ વાંગચુકે પોસ્ટ શેર કરતા લખ્યું કે મને અને મારી સાથે 150 રાહદારીઓને દિલ્હી બોર્ડર પર સેંકડો પોલીસ દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ પદયાત્રામાં 80 વર્ષથી વધુ વયના અનેક વૃદ્ધો અને મહિલાઓ અને પૂર્વ સેનાના જવાનો પણ ભાગ લઈ રહ્યા છે. તેણે આગળ લખ્યું કે અમારું ભાગ્ય અજાણ છે. અમે બાપુની સમાધિ તરફ સૌથી શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં, લોકશાહીની જનની… હાય રામ!

પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કલમ 163 લાગૂ હોવા છતાં આ લોકો એકસાથે દિલ્હીની સરહદોમાં પ્રવેશી રહ્યા હતા. વાંગચુક સહિત કેટલાક પ્રદર્શનકારોને દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અટકાયત કર્યા પછી, વાંગચુકે X પર પોસ્ટ કર્યું કે, ‘મારી 150 રાહદારીઓ સાથે અટકાયત કરવામાં આવી છે. દિલ્હી બોર્ડર પર 100 પોલીસ છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે, 1000 પોલીસ છે. 80 વર્ષથી વધુ ઉંમરના ઘણા વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ અને ઘણા આર્મી વેટરન્સ છે. અમને ખબર નથી કે, આગળ શું થશે. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં બાપુની સમાધિની સૌથી શાંતિપૂર્ણ કૂચ પર હતા.

આ પણ વાંચો :-

Share This Article