ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ સંજય બાંગરનો પુત્ર આર્યન તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ વાઈરલ વીડિયો તેના હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન સફરનો છે. જેમાં તે છોકરામાંથી છોકરી કઈ રીતે બન્યો તે જોઈ શકાયછે. તેણે એક લાંબો મેસેજ પણ લખ્યો છે. અને આ ટ્રાન્સફોર્મેશન પર પોતાનો અનુભવ શેર કર્યો છે.
સંજય બાંગરના પુત્ર આર્યનએ તેની 10 મહિનાની હોર્મોનલ ટ્રાન્સફોર્મેશનની સફર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જોકે, વીડિયો વાયરલ થયા બાદ તેણે હવે તેને ડિલીટ કરી દીધો છે. આ વિડીયોમાં 23 વર્ષના આર્યનએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલી સાથે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પછીની તસવીરો અને તેના પિતા સાથેની કેટલીક જૂની તસવીરો શેર કરી હતી.
આર્યન હાલમાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને આર્યનની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અનુસાર, તે ઈંગ્લેન્ડમાં અલગ-અલગ કાઉન્ટી ક્રિકેટ સાથે જોડાયેલો છે. તેણે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી લીગ મેચમાં 145 રન બનાવ્યાની પોસ્ટ પણ શેર કરી હતી. જોકે, હવે તે ક્રિકેટને બદલે પોતાની અંગત જિંદગીને કારણે સમાચારમાં છે.
આર્યન (હવે અનાયા) છોકરી બન્યા બાદ ખૂબ જ ખુશ છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, ‘ક્રિકેટ રમવાનું મારું સપનું સાકાર કરવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. આ સફર મારા માટે આસાન ન હતી. પરંતુ મારા માટે આ હાંસલ કરેલી જીત અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વની છે.’
અનાયાએ આગળ લખ્યું, ‘ટ્રાન્સફોર્મેશન દરમિયાન અનુભવાતા શારીરિક ફેરફારો એક કઠોર વાસ્તવિકતા બની તમરી સામે આવે છે. આ અનુભવ માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મુશ્કેલ હોઈ છે. કારણ કે તમે લાંબા સમયથી તમારી ઓળખ અને તમારા શરીરને લાંબા સમયથી એક નજરે જોયું હોય છે. હું મારા સ્નાયુઓ, યાદશક્તિ અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી રહ્યો છું. જેના પર હું એક સમયે આધાર રાખતો હતો.’