ટીકટોક સ્ટાર અને ઈન્સ્ટા ગર્લ કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે વધુમાં ફરી એક વિવાદમાં તેનું નામ સાામે આવ્યું છે. જેમા સુરત પોલીસ દ્વારા હવે તો અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જેથી આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જે મામલે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આખા કેસ વીશે જાણીને તમે પણ નવાઈ પામી જશો. સમગ્ર મામલે ગત વર્ષે કીર્તિ પટેલ સામે કેસ નોંધાયો હતો. જેમા આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
ગત વર્ષે કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમા સાંભળીને તમને નવાઈ લાગશે કે બિલ્ડરે ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. નાની મોટી ખંડણી નહી પણ બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી.
સમગ્ર મામલે જમીન વિવાદને લઈને કીર્તિ પટેલ દ્વારા 2 કરોડની ખંડણી માંગી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે ગત વર્ષે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો હતો. જોકે આ કેસમાં કીર્તિ પટેલ ફરાર હતી. સાથેજ તેણે બિલ્ડરને ધમકી આપી હતી કે, જો તે ખંડણી નહી આપે તો તેને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવામાં આવશે.